Type Here to Get Search Results !

ભારતની નેવિગેશન પ્રણાલી | Indian Regional Navigation Satellite System

 પરિચય (Introduction)

GPs વૈશ્વિક સ્તરે કાર્ય કરવા સક્ષમ છે પણ GPS દ્વારા અમેરિકા અન્ય યુદ્ધગ્રસ્ત દેશોને અગત્યની માહિતીઓ આપવા બંધાયેલ નથી. 1999ના કારગીલ યુદ્ધમાં ભારતની માગણી પર અમેરિકાએ દુશ્મન સૈન્યની માહિતીઓ ભારતને આપી ન હતી. તેથી યુદ્ધ બાદ ભારત સરકારે ISROને નેવિગેશન પ્રણાલી વિકસાવવાની જવાબદારી સોંપી અને ભારત સરકારે મે, 2006 માં નેવિગેશન પ્રણાલી વિકસાવ માટે મંજુરી આપી.

NavIC

ભારતમાં નેવીગેશન સંચાર માટે ઈસરો દ્વારા 'ઈન્ડિયન રીઝનલ નેવીગેશન સેટેલાઈટ સિસ્ટમ' (IRNSS) વિકસાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ પૌરાણિકે ભારતીય નાવીકોનું સન્માન કરવા માટે સ્વદેશી ઉપગ્રહ નેવિગેશન પ્રણાલીને નાવીક (Navigation with Indian Constellation -NavIC) નામ આપ્યું. નાવીક (NavIC) જે ભારતની સ્વદેશી વૈશ્વિક નેવિગેશન સેટેલાઈટ પ્રણાલી છે. આ પ્રણાલી અંતર્ગત માર્ચ-2015 સુધી કુલ 7 ઉપગ્રહો અવકાશમાં મોકલવાની યોજના હતી. તેમાં 4 ઉપગ્રહો ભૂ-સમક્રમિક ભ્રમણકક્ષા (Geo synchronous Orbit) અને 8 ઉપગ્રહો ભૂ-સ્થિર ભ્રમણકક્ષા (Geo Stationary Orbit)માં મોકલવામાં આવ્યા અને જમીન પર 2 વધારાના ઉપગ્રહો સ્ટેન્ડબાય મોડમાં રાખવામાં આવ્યા છે. આ દરેક ઉપગ્રહનો કાર્યકાળ 10 વર્ષનો છે.

IRNSS ઉપગ્રહો સાથે બે પ્રકારના પેનલોડ મોકલવામાં આવ્યા છે.
  1. નેવીગેશન પે-લોડ : નેવીગેશન પેનલોડ વપરાશકર્તાને નેવીગેશન સર્વિસ પૂરી પાડશે અને તેની સાથે રૂબિડિયમ અણુ ઘડિયાળ જોડવામાં આવી છે.
  2. રેજિંગ પેલોડ રેજિંગ પે-લોડ ઉપગ્રહોની ક્ષમતાનું ચોક્કસ નિર્ધારણ કરવા માટે ઉપયોગી છે.
બિડિયમ અણુ ઘડિયાળ
રબિડિયમ અણ ઘડિયાળ એ અણુ અથવા મોલેક્યુલર સિસ્ટમના કંપનો દ્વારા નિયમન કરવામાં આવતી સચોટ પ્રકારની ઘડિયાળ છે. આ ઘડિયાળ માઈક્રોવેવ સિગ્નલનો ઉપયોગ કરે છે. આ ઘડિયાળની ચોકસાઈ બે પરિબળો પર આધારિત છે.
  1. અણુઓના તાપમાન અને આવર્તન
  2. ઈલેકટ્રોનિક ટ્રાન્ઝિશનની આંતરિક પહોળાઈ
IRNSS પ્રણાલીના ઉપગ્રહોમાં અને L નેવિગેશન બેન્ડ જોડવામાં આવ્યા છે જેથી વાયુમંડળમાં કોઈપણ જાતની ખામી સર્જાતા નેવિગેશન સિગ્નલ મળે અને તેનું વિશ્લેષણ કરી વસ્તુની ચોક્કસ સ્થિતિ જાણી શકાય.

IRNSS ઉપગ્રહો સાથે લેસર રેજિંગ માટે કોર્નર કયુબ રેટ્રો રિફલેકટર જોડવામાં આવ્યું છે.

આ પ્રણાલીના ઉપગ્રહોને સંદેશો મોકલવા માટે મેસિવ ઈન્ટરફેસ લગાવવામાં આવ્યું છે.