ડેન્ગ્યુ શું છે અને તેના કારણ, નિદાન અને લક્ષણો

ડેન્ગ્યુ ફીવર શું છે?

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે. આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડીસ મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા, યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે, જીવલેણ નીવડે છે. ચાર પ્રકારનો ડેન્ગ્યુ વાઈરસનું સંશોધન થયેલ છે.

ડેન્ગ્યુના લક્ષણો

ડેન્ગ્યુ વાયરસ (dengue virus) ના હળવા લક્ષણોમાં તાવ અને દુ:ખાવો પીડા થાય છે. તાવ સાથે આંખનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુ:ખાવો થાય છે. ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય રીતે 2-7 દિવસ ચાલે છે. મોટાભાગના લોકો લગભગ એક અઠવાડિયા પછી સ્વસ્થ થઈ જાય છે.


ગંભીર પ્રકારના ડેન્ગ્યુથી આંચકો, આંતરિક રક્તસ્રાવ અને મૃત્યુ પણ થઈ શકે છે. ભૂતકાળમાં ડેન્ગ્યુ થયો હોય, તેમને ગંભીર ડેન્ગ્યુ થવાની સંભાવના છે. શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓમાં ગંભીર ડેન્ગ્યુ થવાનું જોખમ વધારે છે. ગંભીર ડેન્ગ્યુમાં પેટનો દુ;ખાવો, ઉલટી (24 કલાકમાં ઓછામાં ઓછા 3 વખત), નાક અથવા પેસાબમાંથી રક્તસ્ત્રાવ, લોહીની ઉલટી, બળતરા થાય છે.

ડેન્ગ્યુની સારવાર

ડેન્ગ્યુ તાવની કોઈ ખાસ સારવાર નથી. સ્નાયુમાં દુ:ખાવો અને તાવના લક્ષણોને નિયંત્રિત કરવા માટે તાવની દવા પેરાસીટામોલ અને પેઇન કિલર આપવામાં આવે છે. યોગ્ય તબીબી સંભાળ જીવન બચાવી શકે છે. ચેતવણીનાં ચિન્હો દેખાતાં ડેન્ગ્યુના દર્દીઓએ તુરંત તબીબી સલાહ લેવી જોઈએ.

ડેન્ગ્યુનું નિદાન

ડેન્ગ્યુ એન એસ – 1 એન્ટિજન અને ડેન્ગ્યુ એન્ટિબોડીનાં ટેસ્ટ કરવામાં આવે છે. ડેન્ગ્યુ વાઇરસ માટેનો સૌથી સારો ટેસ્ટ ડેન્ગ્યુ વાઇરસ પીસીઆર થઈ શકે છે. જે પહેલા દિવસે જ નિદાન કરી આપે છે. અન્ય રૂટિન ટેસ્ટમાં બ્લડ સેલ કાઉન્ટ રીપીટેડલી કરવાની જરૂર પડે છે. જેમાં ત્રાકકણીકાઓ એટલે કે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાનું ચાલુ થવું, શ્વેતકણ ઓછા થવા અને હિમોકોન્સનટ્રેશન થવું અને હિમોગ્લોબીન વધતું જણાય. આ સામાન્ય રીતે દરેક દર્દીઓમાં જોવા મળે છે.